અમદાવાદ: ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાવાઝોડા વાયુએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ ગયું. જો કે આમ છતાં તેની અસર ગુજરાતના કાંઠા વિસ્તારો પર પડશે. 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
જુઓ વાયુ વાવાઝોડાનો રૂટ....
13 જૂન 12AM
આ સમયે વાયુ વાવાઝોડું ગુજરાતના વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે લગભગ પોરબંદરના દરિયાકાંઠે બપોર સુધીમાં ત્રાટકે તેવી શક્યતા હતી. વાવાઝોડાની તીવ્રતા પણ વધુ હતી. મોડી રાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. જેમાં કહેવાયું હતું કે વાવાઝોડું 13મીના સવારે તેની અસર દેખાડવાનું શરૂ કરી દેશે અને બપોર સુધીમાં ત્રાટકશે. જો કે તે માટે ગુજરાતનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે તેમ તેમણે જણાવ્યું હતું. વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
13 જૂન 3 AM
ગુજરાતના તમામ દરિયા કાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુત્રાપાડાના ગામોમાં દરિયાના પાણીની અંદર આવ્યા છે. પોરબંદરમાં એક ગામમાં પાળો તુટવાથી દરિયાના પાણીની અંદર ઘુસ્યા છે. ફરીથી પાળો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વાવાઝોડા અંગે વાત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, જેમ જેમ લોકો મળી રહ્યા છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે ગુજરાતમાં વાવઝોડાની અસર થઇ શકે છે. બેથી ત્રણ વાગ્યા વચ્ચે પછી જોવા જેવી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એનડીઆરએફની તમામ ટીમો આવી ગઈ છે.
13 જૂન 9 AM
પછી તો વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલી. વિનાશકારી વાયુ વાવાઝોડાએ અચાનક ગુજરાતના કાઠાં વિસ્તારો પર ત્રાટકવાને બદલે ઓમાન તરફ પ્રયાણ કર્યું. વાવાઝોડાએ જો કે રૂટ બદલ્યો પરંતુ તેની અસર તો ગુજરાતમાં જોવા મળી રહી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ એની દિશામાં થોડો ફેર થતાં હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ એની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સંજોગોમાં અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં આ પંથકમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. સેટેલાઈટ તસવીરો પ્રમાણે વાવાઝોડુ દિશા બદલાઈ રહ્યું છે. હવામાન એક્સપર્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગીર-સોમનાથ, જુનાગઢ, દીવ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. તેથી આ વિસ્તારોમાં તો વાવાઝોડાની અસર છે. ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે. સાઉથ ગુજરાતમાં થોડો વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નહિ દેખાય, અહીં વાદળછાયુ વાતાવરણ રહેશે.
13 જૂન 12 PM
વાવાઝોડું ધીરે ધીરે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ તેની અસર ગુજરાતના કાંઠા વિસ્તારો પર જોવા મળી રહી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, હાલ આ વાવાઝોડુ વેરાવળથી 100 કિલોમીટર દૂર છે. પણ, જેમ જેમ તે નજીક આવતુ જશે તેમ તેમ તેની ગંભીર અસરો દેખાવા લાગશે. આજે એક વાગ્યા બાદ લગભગ તેના લક્ષણો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ. પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની થઈ. પવનની ગતિ વધતા પોરબંદરમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. હવામાન વિભાગના જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોરબંદરમાં હવાની ગતિ 7૦ કિમી પ્રતિ કલાકની થઇ છે. ત્યારે હજુ પવનની ગતિ વધી શકે છે. 9૦૦ કિમીના ઘેરાવમા વાવાઝોડું ફેલાયેલું છે. તો જામનગર કલેક્ટરે મેસેજ આપ્યો કે, આગામી એક કલાકમાં જામનગરમાં વાવાઝોડાની અસર દેખાશે. આગામી એક કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થશે, જે 24 કલાક સુધી આ પરિસ્થિતિ રહી શકશે.
13 જૂન 6 PM
ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી. દરિયાકાંઠાના સુરત, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
14 જૂન 6 AM
રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. પણ ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે. જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે.
14 જૂન 12 PM
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તો યથાવત રહેશે. ગીર-સોમનાથ-દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
15 જૂન 12 AM
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તો યથાવત રહેશે. ગીર-સોમનાથ-દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. એટલે કે, 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે.
15 જૂન 12 PM
હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે. તો પોરબંદર-જૂનાગઢ, કંડલા, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાયુ કેટેગરી-2માંથી કેટેગરી-1માં ફેરવાયું છે. પરંતુ વાવાઝોડાની વિનાશકતા તો હજી પણ યથાવત છે. વેરાવળથી નજીક પહોંચેલું સાયક્લોન દૂર ફંટાયું છે. તેની અસરને પગલે રાજ્યભરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
16 જૂન 12 AM ના રોજ વાવાઝોડાની સ્થિતિ આ પ્રકારની રહેશે
16 જૂન 12 PM ના રોજ વાવાઝોડાની સ્થિતિ આ પ્રકારની રહેશે
16 જૂન 6 PM ના રોજ વાવાઝોડાની સ્થિતિ આ પ્રકારની રહેશે
(તમામ તસવીરો- સાભાર www.windy.com)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે